મોરબી : મોરબીમાં જાગા સ્વામી મિત્ર મંડળ મોચી સમાજ દ્વારા મોચીમંદિર ખાતે હિન્દુ સમાજના પરિવારજનો અને રામ ભક્તો દ્વારા રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિતે મહાઆરતી યોજવામાં આવી હતી. મહાઆરતીમાં મોટી સંખ્યામાં રામ ભક્તો જોડાયા હતા. આ મહાઆરતીમાં વિશ્વ હિન્દુ પરિષદના હસુભાઈ પંડ્યા અને અનિલભાઈ પણ ઉપસ્થિત રહ્યા હતા. આરતી બાદ રામ ધુન અને પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું.