મોરબી : મોરબીના જુના ઘુંટુ રોડ પર આવેલા ત્રાજપર (ખારી) ગામે આવેલા જય રામાપીર રામામંડળ દ્વારા આગામી તારીખ 31 માર્ચ અને 1 એપ્રિલના રોજ બાર બીજનું ઉજવણું કરવામાં આવશે. જેમાં તારીખ 31 માર્ચ ને સોમવારે રાત્રે 9 કલાકે રામામંડળ ભજવવામાં આવશે. 1 એપ્રિલે સવારે 8-30 કલાકે વરઘોડો કાઢવામાં આવશે. અને બપોરે 11-30 કલાકે રામદેવપીરના મંદિરે મહાપ્રસાદનું આયોજન કરાયું છે. તો આ ઉજવણીમાં સહભાગી થવા સૌને જાહેર આમંત્રણ પાઠવાયું છે.