કેમ્પ ૧૬-૯-૨૦૨૫ થી ૨૦-૯-૨૦૨૫ દરમિયાન યોજાશે: પદયાત્રીઓ માટે રહેવા-જમવા, સુવા બેસવા અને મેડિકલ કેમ્પની સુવિધાઓ ઉપલબ્ધ મોરબી: જય માતાજી મિત્ર મંડળ, માધાપર-મોરબી દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ મા આશાપુરા માતાજીના મઢ જતા પદયાત્રીઓ અને સંઘો માટે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. ભુજથી ૨૦ કિલોમીટર દૂર આવેલા સામત્રા ગામથી આગળ, રેડિયો ટાવરની બાજુમાં આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.જે કેમ્પ ૧૬-૯-૨૦૨૫ થી ૨૦-૯-૨૦૨૫ દરમિયાન યોજાશે. તમામ પદયાત્રીઓ અને સંઘો માટે રહેવા, જમવા, સૂવા બેસવાની અને મેડિકલ કેમ્પની સુવિધા પણ ઉપલબ્ધ છે. દરેક પદયાત્રી અને ધર્મ પ્રેમી જનતાને કેમ્પમાં પધારવા આમંત્રણ અપાયું છે. વધુ માહિતી માટે ૯૬૬૪૭ ૬૯૭૭૪ અથવા ૯૯૦૯૫ ૪૧૧૪૮ પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.