મોરબી : જય માતાજી ગુરુકૃપા સેવા સમિતિ દ્વારા સંત રત્નેશ્વરી દેવી ગુરુ મહંત ભાવેશ્વરી માની પ્રેરણાથી કાલિકાનગર બાળકોને નાસ્તો અને શિક્ષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. સમિતિના સભ્યો દ્વારા દર પુનમ અને અમાસના રોજ સિવિલ હોસ્પિટલમાં ડીલવરી પેશન્ટને શુદ્ધ ઘીનો શીરો અર્પણ કરવામાં આવશે. આ સત્કાર્યમાં લક્ષ્મીબેન કાળુભાઈ, હેમબેન, પ્રભાબેન, હંસાબેન, કાજલબેન, કનીબેન, નીરુબેન, લીલાબેન, વગેરે જોડાયા હતા તેમ મુકેશ ભગતની યાદીમાં જણાવાયું છે.