મોરબી : આગામી તા.22ના રોજ રામ જન્મભૂમિ અયોધ્યા ખાતે પ્રભુ શ્રી રામના દિવ્ય મંદિરનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાનાર હોય રાજ્યના તમામ નાગરિકો આ મહોત્સવમાં ભાગ લઈ શકે તે હેતુથી ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા તા.22ને સોમવારના રોજ રાજ્ય સરકારની તમામ કચેરીઓ, બોર્ડ, નિગમ અને તમામ સરકારી સંસ્થાઓ ઉપરાંત પંચાયત વિભાગમાં પણ બપોરે 2.30 કલાક સુધી અડધો દિવસની રજા જાહેર કરવામાં આવી છે.