અત્યાર સુધીમાં લાખો પરિવારમાં વાહનની ખુશીના રંગો પૂરાયા : 18માં વર્ષમાં મંગલ પ્રવેશ નિમિત્તે ગ્રાહકોનો હદયપૂર્વક આભાર માનતા ગ્રુપના ફાઉન્ડર અને એમડી ( પ્રમોશનલ આર્ટિકલ) મોરબી : મોરબીના જાણીતા એવા જય ગણેશ હીરોએ સફળતા પૂર્વક 17 વર્ષ પૂર્ણ કરીને 18માં વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે. અત્યાર સુધીમાં જય ગણેશ હીરોએ જિલ્લામાં 2.04 લાખ વાહનોનું વેચાણ કરીને ગ્રાહકોના પરિવારોમા ખુશીઓના રંગ પૂર્યા છે. આ 17 વર્ષની સફરમાં ગ્રાહકોએ ભરપૂર સહકાર આપ્યો છે. જેથી ગ્રુપના ફાઉન્ડર દેવજીભાઈ પટેલ અને એમડી અશોકભાઈ પટેલે ગ્રાહકોનો હદયપૂર્વક આભાર પ્રગટ કર્યો છે. જય ગણેશ હીરોના એમડી અશોકભાઈ પટેલે જણાવ્યું છે કે વર્ષ 1974માં તેમના પિતા દેવજીભાઈ પટેલે જય ગણેશ ગ્રુપની સ્થાપના કરી હતી. બાદમાં વર્ષ 2003માં હીરોની ડીલરશીપ મળી હતી. વર્ષ 2003થી હીરો સાથે શરૂ થયેલી સફર આજ સુધી અવિરતપણે સફળતાપૂર્વક આગળ ચાલી રહી છે. જેમાં લાખો ગ્રાહકોનો સહયોગ મળ્યો છે. આજ સુધીમાં જય ગણેશ હીરો દ્વારા 2,04,180 વાહનોનું વેચાણ કરવામાં આવ્યું છે. આટલા મોટા વેચાણને કારણે જય ગણેશ ડીલરશીપ હીરોની ચેરમેન કલબમાં સમાવવામાં આવી છે. આ ચેરમેન કલબમાં દેશની માત્ર આઠ જ ડીલરશીપ સ્થાન ધરાવે છે.જેથી આ બાબતે મોરબી જિલ્લાએ ગૌરવ લેવા લેવા જેવું છે. વધુમાં અશોકભાઈએ જણાવ્યું કે એક સમય હતો જ્યારે બાઇક લકઝરીયસ ગણાતું હતું. પરંતુ હવેના સમયમાં પાયાની જરૂરિયાત ગણવામાં આવે છે. બાઇકને કારણે આજે ખૂબ સરળતાથી લોકો પરિવહન કરી રહ્યા છે. તેમાં પણ ગ્રાહકોની પહેલી પસંદ હીરો જ રહે છે. હીરો અને જય ગણેશ ગૃપ બન્નેની વિશ્વસનીયતાના કારણે આજે 17 વર્ષમાં ખૂબ સારા અનુભવો રહ્યા છે. તેઓએ ઉમેર્યું કે સમાજને પાછું આપવાની જવાબદારી સૌની છે. જે સંદર્ભે અમે મિતાણા પાસે ડેમના કાંઠે દિવ્ય શક્તિધામ મંદિર બનાવ્યું છે. જેમાં બહુચરાજી, અંબાજી અને ઉમિયા માતાજીની સ્થાપના કરી છે. આ સ્થળે અમે સમયાંતરે મેડિકલ કેમ્પ તેમજ એજ્યુકેશનલ ફેરનું આયોજન કરીએ છીએ. ગત વર્ષે અમે જય ગણેશ હીરોના જન્મદિવસ નિમિતે ટિફિન સેવા માટે બે બાઇકનું અનુદાન આપ્યું હતું. આમ દર વર્ષે કઈક અલગ રીતે સેવાકાર્ય કરીને જન્મદિવસની ઉજવણી કરીએ છીએ.