માળીયા (મી.) : જય અંબે સેવા ગ્રુપ દ્વારા માળીયા પાસે નેશનલ હાઈવે ગત તા. 24ના રોજ બપોરના 2 વાગ્યાથી બંધ હોવાથી તમામ બસોના મુસાફરોને, ટ્રક ડ્રાઈવરોને તથા રસ્તામા ફસાયેલા વાહનોના મુસાફરોને ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ વિતરણ પોલીસ તંત્ર તથા જય અંબે સેવા ગ્રુપની ટીમના સહયોગથી કરવામાં આવ્યું હતું. આમ, જય અંબે ગ્રુપ દ્વારા ટ્રાફિકમાં અટવાયેલા લોકોને ફૂડ પેકેટ આપી માનવતાનું ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું હતું.