પૂર્વ ધારાસભ્ય જગદીશભાઈ પટેલની રાષ્ટ્રીય મંત્રી તરીકે નિમણૂક મોરબી અપડેટ : ભારતીય જનતા પાર્ટી (BJP) ની રાષ્ટ્રીય ટીમમાં પૂર્વ ધારાસભ્ય જગદીશભાઈ પટેલને રાષ્ટ્રીય મંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ નવી અને મહત્વપૂર્ણ જવાબદારી મળવા બદલ અગ્રણી સમાજ સેવક અને સનહાર્ટ સિરામિક્સના (SUNHEARRT CERAMIX) ગોવિંદભાઈ વરમોરા દ્વારા તેઓને અભિનંદન અને હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે.ગોવિંદભાઈ વરમોરા વિવિધ સામાજિક, ધાર્મિક અને શૈક્ષણિક સંસ્થાઓમાં અગ્રેસર ભૂમિકા ભજવી રહ્યા છે. તેઓ સરદાર ધામના સ્થાપક ટ્રસ્ટી અને ઉપપ્રમુખ છે. આ સાથે તેઓ કન્યા છાત્રાલય ફેઝ-2, 2025ના ઉદ્ઘાટક દાતા, ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝાના પૂર્વ ઉપપ્રમુખ અને ટ્રસ્ટી, મિશન 2030 અંતર્ગત 1001 મંદિર નિર્માણ યોજના (ઉમિયા માતાજી ઊંઝા)ના ચેરમેન, વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્લેટિનમ ટ્રસ્ટી તેમજ સીદસર સ્થિત ઉમિયા મંદિરના સ્થાપક ટ્રસ્ટી અને ઉપપ્રમુખ તરીકે પણ સેવારત છે.#MorbiUpdate #BJP #JagdishbhaiPatel #NationalSecretary #SunhearrtCeramix #GujaratPolitics #Morbi