મોરબી : તાજેતરમાં વાંકાનેરના ભાજપ અગ્રણી સુરેશભાઈ કણસાગરાના પુત્ર જૈમિલ ગૌતમભાઈ કણસાગરા (ઉ.વ.13) જે મહેસાણામાં અભ્યાસ કરતો હતો. ફૂટબોલ રમતી વેળાએ ઓચિંતા હાર્ટ એટેકથી તેનું નિધન થયું હતું. ત્યારે ગુજરાત સરકારના મુખ્ય નાયબ દંડક અને વઢવાણ - સુરેન્દ્રનગરના ધારાસભ્ય જગદીશભાઈ મકવાણા આજે વાંકાનેરના ભાજપ અગ્રણી સુરેશભાઈ પ્રજાપતિના ઘરે પધારી તેમને સાંત્વના પાઠવી હતી. આ વેળાએ વાંકાનેર ભાજપના અગ્રણીઓ અને કાર્યકરો પણ ઉપસ્થિત રહ્યા હતા.