મોરબીના રફાળેશ્વર ગામે મચ્છુનગરમાં બનેલી ઘટનામાં બે પાડોશીઓ સામે ફરિયાદ નોંધાઈ મોરબી : મોરબીના રફાળેશ્વર ગામે મચ્છુનગરમાં જુના ઝઘડાનો ખાર રાખી મહિલાને ધોકા લઈને બે પાડોશીઓ મારવા દોડ્યા હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવ અંગે મહિલાએ બે શખ્સો સામે ફરિયાદ નોંધાવતા તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના રફાળેશ્વર ગામે આવેલ મચ્છુનગરમાં રહેતા ગીતાબેન જીગ્નેશભાઇ ચૌહાણ (ઉ.વ.૩૫) એ આરોપીઓ જગદીશભાઇ ભીમજીભાઇ મણવર, જયેશભાઇ ભીમજીભાઇ મણવર (બન્ને રહે. મચ્છોનગર) સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગઈકાલે તા.૧૭ ના રોજ આરોપીએ ફરીયાદી તથા સાહેદને અગાઉની બોલાચાલી બાબતની દાઝ રાખી ફરીયાદી તથા સાહેદને ગાળો બોલી લાકડાના ધોકા વતી મારવા દોડ્યા હતા. મોરબી તાલુકા પોલીસે આ બનાવની ફરિયાદ પરથી બન્ને આરોપીઓ સામે ઇ.પી.કો કલમ ૫૦૪, ૧૧૪ તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબ ગુન્હો નોંધી આ બનાવની વધુ તપાસ મોરબી તાલુકા પો.સ્ટે.ના પો.હેડ.કોન્સ વી.આર.પરમાર ચલાવી રહ્યા છે.