સરસ્વતી શિશુ મંદિર ખાતે પાદુકા પૂજન અને આશીર્વચન કાર્યક્રમ યોજાશેહળવદ : શ્રી દ્વારકા શારદા પીઠના જગદગુરુ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીજી આગામી તારીખ 21 જૂનના રોજ હળવદના આંગણે પધારશે. 20 જૂનના રોજ સાંજે સુરેન્દ્રનગરથી તેઓ હળવદ પધારશે. જ્યાં તેઓ દંતેશ્વર દરવાજા અંદર વિજય જાનીને ત્યાં રાત્રિ નિવાસ કરશે. 21 જૂનના રોજ સાંજે 5 વાગ્યે દંતેશ્વર દરવાજાથી ગાયત્રી મંદિર બ્રાહ્મણ ભોજનશાળા ખાતે જવા પ્રસ્થાન કરશે. સાંજે 5-30 વાગ્યે ગાયત્રી મંદિરથી કળશયાત્રા સાથે સરસ્વતી શિશુ મંદિર પધારશે. સરસ્વતી શિશુ મંદિર ખાતે પાદુકા પૂજન અને આશીર્વચન કાર્યક્રમ યોજાશે.