ગામલોકોને 40 કિલોમીટર ફરી ફરીને જવું પડે છે : રોડ ઉપર નદીના વહેણ ફરી વળતા હોળી લઈને નીકળવું પડે તેવી નોબત મોરબી : મોરબીના ચકમપર ગામનો મુખ્યમાર્ગ વરસાદમાં ધોવાઈ જવાથી વાહનોની અવરજવર બંધ થઈ ગઈ છે. આ માર્ગ ઉપર નદીના વહેણની માફક પાણી ફરી વળ્યાં હોવાથી ચાલીને પણ પાણીમાંથી માંડ નીકળી શકાય છે. ત્યારે આ રોડ ઉપર હવે હોળી લઈને નીકળવું પડે તેવી નોબત આવી છે અને ગામલોકોને 40 કિલોમીટર સુધી ફરી ફરીને જવું પડે છે. મોરબીના ચકમપર ગામે આવેલ જીવાપર ગામને જોડતા મુખ્યમાર્ગ ઉપર અગાઉ પુલ બનાવવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જે થોડું ઘણું કામ થયું હતું તેને પણ બે વર્ષ અગાઉ રીપેરીંગના નામે તોડી પણવામાં આવ્યું હતું. એટલે આ રોડ ઉપર પુલ હજુ સુધી બન્યો જ નથી. આથી વરસાદમાં ગ્રામજનો મુશ્કેલીમાં મુકાઈ જાય છે. હમણાં જ પડેલા વરસાદમાં ચકમપર જવાનો આ માર્ગ સંપૂર્ણપણે ધોવાઈ ગયો છે. માર્ગ ઉપર નદીના વહેણની જેમ ધસમસતા પાણી ફરી વળ્યાં છે. માર્ગ ઉપર પાણી હોવાથી વાહનોની અવરજવર સદંતર બંધ થઈ ગઈ છે. આ ગામને જોડતા મુખ્યમાર્ગ હોવાથી ગામલોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. સીરામીક કે અન્ય કામ ધંધે નીકળતા ગામના યુવાનોને મોરબી કે ગામની બહાર જવું હોય તો 40 કિમીનું અંતર કાપવું પડે છે. ગામલોકો આ રોડ ઉપર વાહન લઈને નીકળે તો તણાય જાય એવી પરિસ્થિતિ છે. તેમાંય ચાલીને નીકળવું પણ જોખમકારક છે. એટલે કોઈ અગત્યના કામે જલ્દી જવું હોય તો આ માર્ગ ઉપર હોડી લઈને નીકળવું પડે તેવી કપરી સ્થિતિ છે. અથવા લોકોને જીવના જોખમે પાણીના ધસમસતા વહેણમાં ચાલીને નીકળવું પડે છે. ગામલોકો હેરાન થાય છે. હમણાં નવી કંપનીને કામ સોંપ્યું છે તેનું કામ પણ ઢંગધડા વગરનું હોવાથી ગ્રામલોકોની મુશ્કેલી હળવી થવાને બદલે વધી છે. ગામનો અવરજવરનો માર્ગ બંધ થવાથી ગામલોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. જો કે આ બાબતે ગામના જાગૃત નાગરિકો છેલ્લા બે વર્ષથી રજુઆત કરી રહ્યા છે. છતાં કોઈ નક્કર કાર્યવાહી ન કરતા ગામલોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આથી, તંત્ર વહેલાસર આ બાબતે નક્કર કાર્યવાહી કરે તેવી ગ્રામજનોએ માંગ ઉઠાવી છે. ● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ? ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..