હળવદ : વર્તમાન સમયમાં જુવાનિયાઓ પણ મત આપવા જવામાં આળસ કરતા નજરે પડે છે. ત્યારે આવા જુવાનીઓ માટે જબૂમાએ શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું છે. જબુમા 104 વર્ષની ઉંમર ધરાવતા હોવા છતાં તેઓ સ્ફૂર્તિભેર મતદાન મથકે પહોંચી ગયા હતા અને હોંશભેર મતદાન કર્યું હતું. હળવદના માનગઢમાં જબૂબેન નરશીભાઈ એરવાડિયા 104 વર્ષની ઉંમર ધરાવે છે. આજે તેઓએ લોકશાહીના પર્વમાં અનેરો ઉત્સાહ દાખવીને ભાગ લીધો હતો.તેઓ યુવાનોને પણ શરમાવે તેવી સ્ફૂર્તિ સાથે મતદાન મથકે પહોંચ્યા હતા અને ઉત્સાહપૂર્વક તેઓએ મતદાન કર્યું હતું. જબુમાંનું જોરૂકુ મતદાન નજરે જોનારા થોડી ક્ષણ માટે અવાચક થઈ ગયા હતા.