ટંકારા : હાલ ચાલી રહેલ ખેલ મહાકુંભમાં વિદ્યાર્થીઓ પોતાની કુશળતાનો પ્રયોગ કરી શાળા,પરિવારનું નામ રોશન કરે છે.એ જ રીતે ખેલ મહાકુંભમાં જબલપુર પ્રાથમિક શાળાના બાળકોએ જિલ્લાકક્ષાએ મેદાન માર્યું છે. ખેલ મહાકુંભમાં જબલપુર પ્રાથમિક શાળાનો ઓમ સંજયભાઈ કાસુન્દ્રા100 મીટર U-14 દોડમાં પ્રથમ સ્થાને,હટીલા રીના અબશિંગભાઈ 400 મીટર U-17 દોડમાં પ્રથમ સ્થાને,કાવ્યા રાજેશભાઈ ભાલોડીયા સ્ટેન્ડિંગ બ્રોડજંપ U-11માં પ્રથમ સ્થાને,સાલાણી રિદ્ધિ રમેશભાઈ 200 મીટર U-14 દોડમાં દ્વિતિય સ્થાને અને દિયા દિલીપભાઈ ફેફર 50 મીટર U-11 દોડમાં તૃતિય સ્થાન મેળવી શાળા અને ગામનું નામ રોશન કરેલ છે.તમામ બાળકોને શાળા પરિવાર અને ગામ વતી શુભેચ્છા પાઠવવામાં આવી હતી.