મોરબી : મોરબીમાં જે. એ. પટેલ મહિલા સાયન્સ કોલેજ દ્વારા સાયન્ટિફિક રંગોળી કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. મોરબીમાં જે. એ. પટેલ મહિલા સાયન્સ કોલેજ દ્વારા દિવાળીના પર્વ નિમિતે વિદ્યાર્થીનીઓ વિજ્ઞાન અને કલાને જોડી ઉત્સવને ઉજવી શકે, તે હેતુથી સાયન્ટિફિક રંગોળી કોમ્પિટિશન યોજાઈ હતી. જેમાં ઓડિયા પૂજા, થોરિયા આકૃતિ, દીવાની હિતીક્ષા, વાડુકીયા સ્વીટુ અને પરમાર જિજ્ઞાસા વિજેતા જાહેર થઇ હતી. આ સ્પર્ધામાં ભાગ લેનાર અને વિજેતાઓને આચાર્ય આરતી રોહન તથા સંસ્થા-કોલેજ પરિવાર તરફથી શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..