મોરબી : મોરબીમાં હરડે પ્રચાર કેન્દ્ર દ્વારા તા. 10 ને રવિવારે સવારે 8 થી 12 કલાકે માર્કેટીંગ યાર્ડની બહારની બાજુએ, આર.ડી.સી.બેન્કના દરવાજા પાસે, ન્યુ હાઉસીંગ બોર્ડની સામે, શનાળા રોડ ખાતે રાહતદરે નેચરલ વસ્તુઓનું વેચાણ કરવામાં આવશે.હરડે પ્રચાર કેન્દ્ર દ્વારા રવિવારે રાહતદરે દસ જાતના ગુલાબ તેમજ અન્ય અલગ-અલગ ફૂલછોડ, હરડે પાવડર, ગીલોય ઘનવતી, નેચરલ સાબુ, ડાંગની રાગીના ભૂંગરા તથા લોટ મળશે, ગૌમૂત્ર અર્ક, કેળાના પાપડ, આમળા-અરીઠા- શિકાકાઈ પાવડર, સિંધાલૂણ નમક, નગોળનું તેલ, આંબળાની મીઠી કેન્ડી, રસોડામાં ઉપયોગી એવા લાકડામાંથી બનાવેલા પાટલા, વેલણ, જેરણી જેવી દરેક વસ્તુઓ મળી રહેશે. મોરબીની જનતાને આ વિતરણ વ્યવસ્થાનો લાભ લેવા હરડે પ્રચાર કેન્દ્રનાં સંયોજક જીતુભાઈ ઠક્કર દ્વારા જણાવવામાં આવ્યું છે.