બિનપયોગી વસ્તુઓ આપવા ગ્રુપ સુધી પહોંચાડવા અપીલ મોરબી : મોરબીના પટેલ સોશિયલ ગ્રુપ દ્વારા 'આધાર' પ્રોજેક્ટ હેઠળ લોકો પાસેથી વસ્તુઓ એકઠી કરી અનાથ બાળકોને આપવામાં આવશે. મોરબીના પટેલ સોશિયલ ગ્રુપ દ્વારા આયોજીત સેવાકાર્ય 'આધાર'માં અનાથ બાળકો માટે કપડાં-રમકડાં-પુસ્તકો જેવી ઉપયોગી વસ્તુઓ આપી સેવા કાર્યમાં સહભાગી બનવા અપીલ કરવામાં આવી છે. કોઈપણ વસ્તુ જે તમારા કામની નથી, તે અહીં આપી શકાય છે, કોઈપણ પ્રકારની સહાય આવકાર્ય છે. તારીખ: 25થી 28 સુધી સુપર માર્કેટ સનાળા રોડ, કેનાલ ચોકડી રવાપર, રામેશ્વર મંદિર હાઉસિંગ બોર્ડ, બાપા સીતારામ ચોક, પટેલ સોશિયલ ગ્રુપ ખાતે વસ્તુઓ આપી શકાશે. વધુ વિગત માટે હાર્દિક નાકરાણી : ૬૩૫૪૦ ૭૩૯૬૪, અભય સોળીયા : ૯૯૯૮૭ ૯૮૩૩૬, નિશાંત કસવાળા : ૮૨૦૦૦ ૬૦૨૬૭નો સંપર્ક કરી શકાશે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..