હત્યાના કારણ અંગે રહસ્ય ઘૂંટાયુ, હત્યા કરીને ફરાર દંપતી પકડાશે ત્યારે હત્યાનું સાચું કારણ બહાર આવશે :પીએસઆઇમોરબી : માળીયાના રોહિશાળા ગામે સીમમાંથી આજે ખડૂતની કરપીણ હત્યા કરેલી લાશ મળી આવતા મૃતકના ખિસ્સામાંથી રોકડ સહિતનો મુદામાલ અને બાઇક તેમજ મૃતકના ખેતરે ખેતમજુરી કરતા દંપતી ભેદી સંજોગોમાં ફરાર હોવાથી હાલ માળીયા પોલીસે હાલ ફરાર દંપતી સામે હત્યાનો ગુન્હો નોંધી બન્ને આરોપીઓને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.મોરબીનાં રોહિશાળા ગામે રહેતા પરેશભાઈ જાદવજીભાઈ કાલરીયા ઉ.વ.37નામના ખેડૂતની આજે સવારે તીક્ષીણ હથિયારો આડેધડ ઘા ઝીલી હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. આ બનાવની જાણ થતાં ડીવાયએસપી, એલસીબી, માળિયા પોલીસ સહિતની ટીમ સ્થળ પર દોડી જઈને તપાસ હાથ ધરી હતી. આ ખેડૂતની હત્યાનો મામલે પ્રાથમિક તપાસમાં ખેડૂતના ખિસ્સામાંથી 50 હજાર રોકડા , 4થી 5 તોલાનો સોનાનો ચેઇન , અને બાઇક ગાયબ જોવા મળતા લૂંટના ઇરાદે હત્યા થયાની આશંકા વ્યક્ત કરાઈ હતી. આ ઉપરાંત મૃતકના ખેતરે કામ આદિવાસી દંપતી ભેદી સંજોગોમાં ફરાર હોવાથી આ દંપતી પર હત્યાની શંકા દર્શાવી પોલીસે મૃતકના ભાઈ ચંદુભાઈ જાદવજીભાઈ કાલરીયાની ફરિયાદ પરથી ખેતરે ખેતમજૂરી કરતા રાકેશ નામનો આદિવાસી ખેતમજૂર અને તેની પત્નીએ કોઈ કારણોસર પરેશભાઈ જાદવજીભાઈ કાલરીયા ગતરાત્રે મજૂરોને ડીઝલ આપવા ગયા ત્યારે ધારદાર હથિયારથી તેમના શરીરે આડેધડ ઘા ઝીકીને મોતને ઘાટ ઉતારી દીધાનો ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે. આ બનાવ અંગે માળીયાના મહિલા પીએસઆઇ કલસરિયાએ જણાવ્યું હતું કે, હાલ હત્યાના કારણ અંગે કઈ કહી શકાય એમ નથી.જુદી જુદી દિશામાં તપાસ ચાલુ છે અને આરોપીઓ.પકડાય ત્યારે હત્યાનું સાચું કારણ બહાર આવશે તેવું તેમણે જણાવ્યું છે.