માળિયા મિયાણા નગરપાલિકામાં વોર્ડ નં. 5 માં ભાજપ-કોંગ્રેસના ઉમેદવાર વચ્ચે થઈ ટાઈ, પછી ચિઠ્ઠી ઉછાળતા નસીબના બળિયા કોંગ્રેસના ઉમેદવાર બેઠક જીતી ગયામોરબી : માળિયા મિયાણા નગરપાલિકાની ચૂંટણીના પરિણામો જાહેર થઈ ગયા છે. અગાઉ કોંગ્રેસના સંપૂર્ણ વર્ચસ્વ વાળી આ નગરપાલિકામાં આ વખતે ચૂંટણીમાં ભાજપે કોંગ્રેસને દર વખત કરતા વધુ આકરી ટક્કર આપી છે. જોકે, ચૂંટણીમાં સૌથી વધુ ચર્ચાનો વિષય વોર્ડ નં. 5 નો રોમાંચક મુકાબલો રહ્યો હતો, જ્યાં હાર-જીતનો ફેંસલો મતથી નહીં પરંતુ નસીબના આધારે ચિઠ્ઠી ઉછાળીને થયો હતો.માળિયા મિયાણા નગરપાલિકાની ચૂંટણીના પરિણામો જોઈએ તો કુલ 6 વોર્ડની 24 બેઠકોમાં કોંગ્રેસની 17 બેઠકો પર જીત થઈ છે. ભાજપની 7 બેઠકો પર જીત થઈ છે. અગાઉ નગરપાલિકાની તમામ 24 બેઠકો પર કોંગ્રેસનો કબજો હતો. આ વખતે કુલ 6 વોર્ડની 24 બેઠકોમાંથી કોંગ્રેસે 17 બેઠકો પર વિજય મેળવીને સત્તા જાળવી રાખી છે, જ્યારે ભાજપે 7 બેઠકો પર જીત હાંસલ કરીને નોંધપાત્ર દેખાવ કર્યો છે.ચૂંટણી દરમિયાન વોર્ડ નં. 5 ની એક બેઠક પર ભાજપના ઉમેદવાર શરીફાબેન હસનભાઈ કટિયા અને કોંગ્રેસના ઉમેદવાર મરિયમ મહંમદ આમીન ભટ્ટી વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી હતી. મતગણતરીના અંતે બંને ઉમેદવારોને એકસમાન 153 મત મળતા ટાઈ પડી હતી. પરિણામ નક્કી કરવા માટે અંતે ચિઠ્ઠી ઉછાળવામાં આવી હતી. જેમાં નસીબ કોંગ્રેસના ઉમેદવારની સાથે રહ્યું હતું અને ચિઠ્ઠીમાં મરિયમ મહંમદ આમીન ભટ્ટીનું નામ નીકળતા તેઓ વિજેતા જાહેર થયા હતા.#MorbiUpdate #MaliyaMiyana #NagarPalikaElection #ElectionResults #MorbiNews #Congress #BJP #GujaratPolitics #ElectionTie