સવારે આઠ વાગ્યાના અરસામાં ઝાપટું વરસતા માર્ગો ભીના થયા મોરબી : અરબી સમુદ્રમાં સર્જાયેલા લો પ્રેસરને કારણે હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે ત્યારે આજે સવારે આઠેક વાગ્યાના અરસામાં સમગ્ર મોરબી જિલ્લામાં ઝરમર ઝાપટા રૂપે માવઠું વરસ્યું હતું. અરબી સમુદ્ર તેમજ બંગાળની ખાડીમાં લો પ્રેસર સર્જાયું હોય આગામી તા.19 અને 20 દરમિયાન સૌરાષ્ટ્ર - કચ્છ સહિત સમગ્ર રાજ્યના દરિયાકાંઠા વિસ્તારમાં કમોસમી વરસાદ વરસે તેવી શકયતા હવામાન વિભાગ અને હવામાન વિદો દ્વારા દર્શાવવામાં આવી છે ત્યારે ગઈકાલથી આવેલા હવામાનમાં બદલાવ બાદ આજે આકાશમાં વાદળોની ઝમાવટ વચ્ચે સવારે આઠ વાગ્યાના અરસામાં ઝાપટા અને ઝરમર કમોસમી વરસાદ વરસ્યો હતો. નોંધનીય છે કે કમોસમી વરસાદ વરસવાની શકયતા જોતા ખેડૂતોને નુકશાની સહન કરવી પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. જિલ્લામાં અનેક ખેડૂતોની જણસો ખેતરમાં તૈયાર પડી છે ઉપરાંત ચણા અને જીરુંના વાવેતર ઉપર પણ માવઠું નુકશાનકારક નીવડે તેમ હોય ખેડૂતો ચિંતિત બન્યા છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..