મોરબી: ચોમાસાની સત્તાવાર વિદાય વચ્ચે પણ આ વર્ષે મેઘરાજા હજુ વિદાય લેવાના મૂડમાં ન હોય તેમ લાંબા સમય બાદ હમણાંથી ભારે અસહ્ય બફારા વચ્ચે મોરબીમાં આજે વાતાવરણ પલટો આવ્યો હતો અને ખાસ મોરબીના રફાળેશ્વરમાં કમોસમી વરસાદ પડ્યો હોવાના અહેવાલ મળ્યા છે.સ્થાનિક લોકો પાસેથી મળતી વિગતો મુજબ 15 મિનિટ સુધી રફાળેશ્વરમાં વરસાદ પડ્યો હતો. આ વરસાદી ઝાપટાને કારણે પાણી વહી નીકળ્યા હતા. જો કે મોરબીના રફાળેશ્વર સિવાય બીજે ક્યાય પણ વરસાદ પડ્યો હોવાના અહેવાલ મળયા નથી.