મોરબી : માળિયા - પીપળીયા રોડ ઉપર સોનગઢ પાસે આજે સવારે એક ખાનગી બસ પલ્ટી મારી ગઈ હોવાનો બનાવ સામે આવ્યો હતો. આ બસ કચ્છથી ઉપડી હતી, જે દ્વારકા જઈ રહી હોવાનું જાણવા મળ્યું છે. વધુમાં પીઆઇ કે.કે.દરબારે જણાવ્યું કે આ અકસ્માત સવારે 9 વાગ્યે સર્જાયો હતો. જેમાં ડ્રાઇવર સહિત 4 લોકો ઈજાગ્રસ્ત થયા છે. સદનસીબે કોઈ મોટી હાનિ થઈ નથી.