પ્રજ્ઞાન રોવરે નમૂના એકત્રિત કરી ચકાસણી કરતા સલ્ફર, એલ્યુમિનિયમ, કેલ્શિયમ, આર્યન, ટાઇટેનિયમ,ક્રોમિયમ,મેન્ગેનીઝ,સિલિકોન અને ઓક્સિજનની હાજરી : હાઇડ્રોજન માટે શોધખોળ ચાલુ મોરબી : ભારતીય અવકાશ સંસ્થાન ઇસરોએ મોકલેલા ચંદ્રયાન-3ના લેન્ડર વિક્રમ અને રોવર પ્રજ્ઞાન એક પછી એક શોધને સફળતા પૂર્વક પૂર્ણ કરી રહ્યા છે ત્યારે ઇસરોએ સમગ્ર વિશ્વને ચોંકાવનારા પરિણામોની માહિતી ટવીટર ઉપર શેર કરતા જાહેર કર્યું છે કે ચંદ્રમાના સાઉથ પોલ ઉપર ખનીજતત્વોનો ખજાનો ભરેલો પડ્યો છે, ચંદ્રમાની સપાટી ઉપર જ રોવર પ્રજ્ઞાને સલ્ફરની પ્રચુરમાત્રામાં હાજરી હોવાનું ટેસ્ટમાં સાબિત કર્યું છે સાથે જ અન્ય ખનીજતત્વોનો પણ વિશાળ ખજાનો હોવાનું નોંધ્યું છે. ઇસરોએ ટવીટર ઉપર શેર કરેલી લેટેસ્ટ જાણકારી મુજબ રોવર પ્રજ્ઞાન દ્વારા ચંદ્રમાની સપાટી ઉપરથી નમૂનાઓ એકત્રિત કરી લેબોરેટરીમાં ટેસ્ટ કરતા ચન્દ્રમા ઉપર સલ્ફરની વિશેષ હાજરી વચ્ચે એલ્યુમિનિયમ, કેલ્શિયમ, આર્યન, ટાઇટેનિયમ,ક્રોમિયમ,મેન્ગેનીઝ,સિલિકોન અને ઓક્સિજન પણ મોજુદ હોવાનું જાહેર કર્યું છે, આ સાથે જ રોવર પ્રજ્ઞાન અને લેન્ડર વિક્રમ દ્વારા સતત ચકાસણી ચાલુ રાખી હાઇડ્રોજન માટે શોધખોળ ચાલુ રાખવામાં આવી હોવાનું જાહેર કરવામાં આવ્યું છે.