ટંકારા : ટંકારા નજીક આઇસર ચાલકે રોડ ક્રોસ કરતા અજાણ્યા પુરુષને હડફેટે લેતા ગંભીર ઇજા થવાથી તેમનું રાજકોટ સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે આઇસર ટ્રક ચાલક સામે ફરિયાદ નોંધાતા ટંકારા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવની ટંકારા પોલીસ સ્ટેશનમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી જયદિપભાઇ ચંદુભાઇ ચારોલા (ઉ.વ.૩૨, ધંધો. વેપાર, રહે.મોરબી, ગાયત્રી નગર-૨, રવાપર રોડ) એ આરોપી આયશર ટ્રક રજી.નંબર GJ 11 Y 5895 નો ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા.૧૩ ના રોજ રાત્રીના સાડા એક વાગ્યાના અરસામા મોરબી-રાજકોટ સ્ટેટ હાઇવે રોડ રોડ લજાઇ ગામ લજાઇ ચોકડી ગુરુકૃપા હોટલ સામે એક અજાણ્યો પુરુષ (ઉ.વ.આશરે ૪૦) રોડ ક્રોસ કરતા હતા ત્યાંરે આરોપી આયશર ટ્રક ચાલકે અજાણ્યા પુરુષને હડફેટે લેતા ગંભીર ઇજા થવાથી તેમને વધુ સારવાર અર્થે રાજકોટ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં અજાણ્યા પુરુષનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. ટંકારા પોલીસે આ બનાવની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.