ફેકટરી માલિકે છેતરપિંડી મામલે આઇસર માલિક અને ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી મોરબી : મોરબીના પીપળીયા ચાર રસ્તા નજીક આવેલ પાર્ટીકલ બોર્ડ બનાવતી ફેક્ટરીમાંથી રૂ.3.27 લાખથી વધુની કિંમતના ભૂંસા બોર્ડના પાટિયા ભરી અમદાવાદ ખાતે પહોંચાડવાને બદલે રફુચક્કર થઈ ગયેલ આઇસર ચાલક અને માલિક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં વિશ્વાસઘાત છેતરપિંડી મામલે ફરિયાદ નોંધાઈ છે. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી પીપળીયા ચાર રસ્તા નજીક આવેલ વુડ પલ્પ પેનલ એલ.એલ.પી કંપનીમાંથી રૂ.3,27,540ની કિંમતના પાર્ટીકલ બોર્ડ એટલે કે ભૂંસા બોર્ડના પાટિયા ભરીને અમદાવાદ ખાતે આવેલ પ્રાઈમ પેનલ્સ ડિલરને ત્યાં કંપની દ્વારા આઇસર નંબર GJ-23-AT-0725માં ગત તારીખ 29 સપ્ટેમ્બરના રોજ રવાના કરવામાં આવ્યા હતા. પરંતુ GJ-23-AT-0725ના ચાલકે ભૂંસા બોર્ડના પાટિયા ડીલર સુધી ન પહોંચાડતા કંપનીના ભાગીદાર મિહિરભાઈ ત્રીભુવનભાઈ અઘારાએ આઇસરના માલિક મયુરભાઇ અને ચાલક મયુરસિંહ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં આઈપીસી કલમ ૪૦૭, ૪૨૦, ૧૧૪ મુજબ ફરિયાદ નોંધાવતા પોલીસે લાખો રૂપિયાનો માલ હડપ કરી જનાર બન્ને શખ્સોને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..