મહાનગરપાલિકાના સત્તાધીશો સ્વચ્છતા અને ફોટા પાડવામાં મશગુલ : થીગડાં-ઉપર થીગડાં મારવા છતાં ગાબડાં પુરાતા નથી : કોર્પોરેશનની લાપરવાહી કોઈનો લાડકવાયો છીનવી લેશેમોરબી : નગરપાલિકામાંથી મહાનગર પાલિકા બનવા છતાં મોરબીના લોકોને ટ્રાફિકના પ્રશ્નમાંથી મુક્તિ નહીં મળવાની સાથે સારા કહી શકાય તેવા ચાલવા યોગ્ય રસ્તા મળ્યા નથી. મહાનગર પાલિકા મળ્યાને છ મહિનામાં કોર્પોરેશનના બાબુઓ લોકોને નવા રસ્તા તો ઠીક જુના રસ્તાના ગાબડાં પણ બુરાવી નથી શક્યા. જેને પરિણામે મોરબી જાણે મંગળ ગ્રહની જેમ ખાડા વાળું બની ગયું હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. બીજી તરફ હાલમાં મોરબી શહેરના શનાળા રોડ, પંચાસર રોડ, નવલખી રોડ, વાવડી રોડ, અયોધ્યાપુરી રોડ સહિતના રસ્તાઓ સામાન્ય વરસાદમાં જ જોખમી બની ગયા છે. રસ્તામાં ઠેર-ઠેર ગાબડાં પડવા છતાં મહાનગર પાલિકા ગંભીર બની અહીં ખાડા પૂરવાની તસ્દી ન લેતા કોઈનો લાડકવાયો છીનવાઈ જવાનું જોખમ સર્જાયું છે.મોરબી શહેરને મહાનગર પાલિકાનો દરજ્જો મળતા લોકોને સારી સુવિધા મળવાની આશા હતી. જો કે, છાસવારે વિડીયો નિવેદન આપતા નેતાઓ મોરબીને મહાનગર પાલિકાનો દરજ્જો મળતા હવે સીરામીક નગરી પેરિસ બની જશે તેવી વાતો કરતા હતા પરંતુ કોર્પોરેશનનો દરજજો મળ્યાના છ મહિનામાં મોરબીમાં એક પણ રસ્તાના ગાબડાં બૂરાયા નથી. ઉલટું નવા બનેલા અને હજુ પૂર્ણ ન થયેલા પંચાસર રોડ ઉપર ઠેર-ઠેર ગાબડાં પડી ગયા છે. સાથે જ નવલખી રોડ ઉપર રિસર્ફેશીંગ બાદ અહીં પણ મસમોટું ગાબડું પડી જતા આવી ઘટના મહાનગર પાલિકાના અધિકારીઓની ઢીલી નીતિની ચાડી ખાઈ રહી છે.દરમિયાન હાલમાં મોરબી શહેરમાં ગાંધીચોકથી વિજય ટોકીઝને જોડતો રોડ, કન્યા છાત્રાલય રોડ, વાવડી રોડ, અયોધ્યાપુરી મેઇનરોડથી આસ્વાદ પણ અને આસ્વાદ પાનથી રેલવે સ્ટેશન રોડ, એલ.ઈ.કોલેજ રોડ,ભડીયાદ રોડ, વીસી પરા મેઈન રોડ, લીલાપર રોડ સહિતના રસ્તાની હાલત ખરાબ હોવાની ફરિયાદ છે. સાથે જ મોરબીની શાન સમાન નહેરૂગેટ ચોકથી દરબારગઢ સુધીનો માર્ગ પણ ઉબડ ખાબડ બની ગયો હોય લોકો તૂટેલા ફૂટેલા રોડ રસ્તાથી કંટાળી ઉઠ્યા છે. બીજીતરફ મહાનગર પાલિકા અસ્તિત્વમાં આવ્યા બાદ કમિશનર દ્વારા સ્વચ્છતા, શ્રમદાન, દબાણ, ઢોર પકડ કામગીરી અને લોકોના ફોટો પાડવાની કામગીરી સિવાય નક્કર કોઈ કામગીરી કરવામાં આવતી ન હોવાનું પણ લોકો રોષભેર જણાવી રહ્યા છે.તૂટેલા પુલથી વિજયનગરના રહેવાસીઓ ઉપર જીવનું જોખમશહેરના કન્યા છાત્રાલય રોડથી વિજયનગરને જોડતા માર્ગના પુલ ઉપર મસ મોટુ ગાબડું પડી જતા મોટી દુર્ઘટના સર્જાવાની ભીતિ સેવાઈ રહી છે. વિજયનગર વિસ્તારમાં 300 જેટલા પરિવાર રહે છે. વિજયનગર જવા માટે એક માત્ર રસ્તો કન્યા છાત્રાલય રોડ ઉપરથી પસાર થતો હોય પાંચેક વર્ષ પૂર્વે પુલનું નિર્માણ કરવામાં આવ્યું હતું પરંતુ ગત ચોમાસામાં પુલમાં ખાડો પડતા સંબંધિત તંત્રવાહકોએ માત્ર માટી-મોરમ નાખી આ ખાડો પુરી બાદ ફરી વરસાદને કારણે ખાડો પડી જતા હાલમાં લોકો જીવના જોખમે અહીંથી વાહન સાથે તેમજ પગપાળા પસાર થઇ રહ્યા છે. જો કે, વધુ વરસાદ આવે તો આ પુલ હજુપણ વધુ જોખમી બને તેમ હોવાનું અને પુલ પાસે ગંદકીની ભરમાર હોવાથી લોકોને અહીંથી પસાર થવામાં પણ હાલાકી ભોગવવી પડતી હોય તાકીદે વિજયનગરને જોડતા માર્ગની મરામત કરવામાં આવે તેવી લોકોએ માંગણી ઉઠાવી હતી.પંચાસર રોડનું કામ પૂરું થયા પૂર્વે જ ઠેર-ઠેર ગાબડાંમોરબીના પંચાસર રોડને પહોળો કરી અહીં સિમેન્ટ રોડ બનાવવાની કામગીરી લાંબા સમયથી ચાલુ છે. જો કે, રોડનું કામ પૂર્ણ થયા પહેલા જ અગાઉ ઉનાળામાં રોડમાં તિરાડ પડવાની ફરિયાદ ઉઠ્યાં બાદ હાલમાં ચોમાસામાં અનેક જગ્યાએ ગાબડાં પાડવાની તેમજ ઠેર-ઠેર પાણી ભરવાની સમસ્યા સર્જાઈ હોવાનું સામે આવ્યું છે. બીજી તરફ મોરબી મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરેએ જે રોડને આઇકોનિક રોડ તરીકે વિકસાવવા જાહેર કર્યું છે તે વાવડી રોડ ઉપર પણ જોખમી ખાડા કોઈના લાડકવાયાને છીનવી લેવા મો ફાડીને ઉભા હોવાનું સ્થાનિક લોકો જણાવી રહ્યા છે.ખાડાઓએ નહેરૂગેટની સુંદરતા છીનવીમોરબીનો નગર દરવાજો એટલે કે, નહેરૂગેટ શહેરની ઓળખ અને શાન છે. મોરબીમાં આવતા મહેમાનોને નગર દરવાજાની પ્રતિકૃતિ અથવા તો નગર દરવાજાની પ્રતિકૃતિ વાળી ઘડિયાળ ભેટ આપવાની વર્ષો જૂની પરંપરા છે. સાથે જ મોરબી મહાનગર પાલિકાના લોગોમાં પણ નગર દરવાજાનો લોગો મુકવામાં આવ્યો છે. જો કે, મહાનગર પાલિકાના શાસકોની લાપરવાહીને કારણે મોરબીના નગર દરવાજાની ગરીમા ઝંખવાઈ છે. શહેરની શાન સમા નગરદરવાજા ચોકથી લઈ દરબાર ગઢ સુધીનો રસ્તો ગામડાના ગાડામાર્ગ જેવો બની જવાની સાથે અહીં ઉભરાતી ગટરના પાણી પણ મહાનગર પાલિકાની રીતિ નીતિનું પ્રતિબિંબ પાડી રહ્યા છે.કન્યા છાત્રાલય રોડ પર દરરોજ એક વ્યક્તિ ખાડામાં પડે છે - દીપકભાઈ ટાંક (સ્થાનિક રહેવાસી )મોરબીના દલવાડી ચોકડીથી કન્યા છાત્રાલય રોડ સુધી જાજો તૂટી ગયો છે. બે દિવસ પહેલા જ રાધે ક્રિષ્ના સ્કૂલ બરેથી નીકળતા એક બહેન ખાડામાં પડી ગયા હતા અને દરરોજ કોઈને કોઈ ખાડામા પડે છે, ધારાસભ્ય સાથે મહાનગરપાલિકા અધિકારીઓ 10 દિવસ પહેલા આવી ને નિરીક્ષણ કરી ગયા હજી સુધી કોઈ ઉકેલ આવ્યો નથીવાવડી રોડ પર રાત્રીના અંધારામાં દરરોજ કોઈને કોઈ ખાડામાં પડે છે - મગનભાઈ (વેપારી ) વાવડી રોડ પરનો ખાડો ઘણો સમયથી છે, કોઈ આવતું નથી કે ધ્યાન દેતા નથી, દરરોજ રાત્રે અંધારામાં અહીં વાહન ચાલકો પડે છે, રોડ પર વરસાદી પાણી ભરાયેલું હોય ત્યારે ખબર જ નથી પડતી કે અહીં ખાડો છે. એટલે લોકો બાઇકમાંથી પડે છે. મહાનગરપાલિકાને વિનંતી કે આ ખાડા બુરાવે વરસાદ રહી ગયા બાદ વેટ મિક્ષ નાખીને ખાડા બુરાશે - ડે. કમિશનર મોરબી મહાનગરપાલિકા ડે. કમિશનર સંજય સોનીએ જણાવ્યું હતું કે જ્યાં જ્યાં ખાડાઓ પડી ગયા છે ત્યાં વરસાદ રહી ગયા બાદ વેટ મિક્ષ અને મેટલ નાખવાનું કામ ચાલુ છે. અને જો બે- ત્રણ દિવસ સુધી વરસાદ ન આવે તો કાર્પેટ સિલિકોટના પેચ વર્ક કરવામાં આવશે