મોરબી : હાલના સમયમાં યુવાનોથી લઈને વડીલો સુધી હાર્ટ એટેકના કિસ્સાઓ ચિંતાજનક રીતે વધી રહ્યા છે. હૃદય રોગનો હુમલો ગમે ત્યારે આવી શકે છે, અને તે સમયે લેવાયેલું ત્વરિત પગલું દર્દીનો જીવ બચાવી શકે છે. આ ગંભીર વિષય પર શુભ હોસ્પિટલના જાણીતા ડો. દિવ્યેશ શેરસિયા (MD) અને ડો. રાકેશ સરડવા (MD) એ દર્દીના પરિવારજનો માટે કેટલીક જીવનરક્ષક ટિપ્સ આપી છે.ડૉક્ટર જણાવે છે કે હાર્ટ એટેકમાં 'ગોલ્ડન અવર' ખૂબ મહત્વની છે. જો દર્દીને છાતીમાં દુખાવો, ગભરામણ કે પરસેવો વળે તો ગભરાયા વગર આ સ્ટેપ્સ ફોલો કરો:● સંપૂર્ણ આરામ (Complete Rest): દર્દીને જે સ્થિતિમાં હોય ત્યાં જ સુવડાવી દો. તેમને ચાલવા ન દો કે દાદરા ચડાવશો નહીં. હલનચલન કરવાથી હૃદય પર લોડ વધે છે જે જોખમી બની શકે છે.● લાઈફ સેવિંગ ડ્રગ્સ: જો અગાઉથી ડોક્ટરની સલાહ લીધી હોય તો ecosprin 325 (Aspirin) ની ગોળી પાણીમાં ઓગાળીને કે ચાવીને આપી શકાય. આ ઉપરાંત જીભ નીચે મૂકવાની સોરબીટ્રેટ જેવી ગોળી પણ ઈમરજન્સીમાં મદદરૂપ થાય છે, પરંતુ તે ડોક્ટરના માર્ગદર્શન મુજબ જ આપવી.● મેડિકલ મદદ: તાત્કાલિક 108 અથવા નજીકની હોસ્પિટલનો સંપર્ક કરો. દર્દીને જાતે ડ્રાઈવ કરીને હોસ્પિટલ જવા ન દો.પરિવારજનોએ રોજિંદા જીવનમાં શું ધ્યાન રાખવું?● દવાનો કોર્સ: બીપી, ડાયાબિટીસ અને લોહી પાતળું કરવાની દવાઓ નિયમિત સમયે લેવી. એક પણ ડોઝ મિસ ન કરવો.● ખોરાક: તેલ, ઘી અને નમક (મીઠું) ઓછું ખાવું. જંકફૂડ અને બહારના તીખા-તળેલા ખોરાકથી દૂર રહેવું.● વ્યસન મુક્તિ: બીડી, સિગારેટ કે તમાકુનું સેવન હૃદય માટે ઘાતક છે, તેથી તે તાત્કાલિક બંધ કરવું.● નિયમિત ચેકઅપ: કોઈ તકલીફ ન હોય તો પણ સમયાંતરે ડોક્ટર પાસે રૂટીન ચેકઅપ, ECG અને લિપિડ પ્રોફાઈલ રિપોર્ટ કરાવવા.કયા લક્ષણો અવગણવા નહીં?ઘણીવાર લોકો હાર્ટ એટેકના દુખાવાને સામાન્ય 'ગેસ' કે 'એસિડિટી' માનીને ઈનો કે સોડા પીને સમય બગાડે છે. જે ખુબજ નુકસાન કારક થઈ શકે છે.નીચેના લક્ષણો દેખાય તો તરત ડોક્ટર પાસે જવું:● છાતીમાં ભાર લાગવો કે ભીંસાવું.● ડાબા હાથ, ખભા કે જડબામાં દુખાવો થવો.● શ્વાસ લેવામાં તકલીફ પડવી.● અચાનક ખૂબ પરસેવો વળવો.શુભ હોસ્પિટલ & ICUસરદારબાગ ની બાજુ માં, પ્રવીણ ટાઈલ્સ પાછળ, શનાળા રોડ, મોરબીમો.7069800050