આ કામગીરીમાં લાલપર આરોગ્ય કેન્દ્રના કર્મચારીઓ જોડાયા હતા મોરબી : જિલ્લા આરોગ્ય અધિકારી ડો.પવનકુમાર શ્રીવાસ્તવ, જિલ્લા મેલેરિયા અધિકારી ડો.વિપુલ કારોલિયાની સૂચનાથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લાલપરમાં એમ.ઓ. ડો. રાધિકા વડાવિયાના માર્ગદર્શન હેઠળ આજથી મેલેરિયાગ્રસ્થ ગામોમાં IRS (ઇન્ડોર રેસિડયૂઅલ્સ સ્પ્રે)ની કામગીરી આયુષ્યમાન આરોગ્ય મંદિર મકનસરના તાબાના પ્રેમજીનગર ગામમાં કરવામાં આવી હતી. આ કામગીરીમાં લાલપર આરોગ્ય કેન્દ્રના કર્મચારીઓ સુપરવાઇઝર દીપકભાઈ વ્યાસ, દિલીપભાઈ દલસાનિયા, અને દિલીપભાઈ ચાવડા જોડાયા હતા. વધુમાં વધુ ગ્રામજનો પોતાના ઘરમાં આ સ્પ્રેનો છંટકાવ કરે એ માટે ગામના આગેવાનોએ પોતાના ઘરથી દવા છંટકાવની શરૂઆત કરી. ગામજનોને આ દવાનો છંટકાવ કરવા ગ્રામજનોને અપીલ કરી હતી. સાથે જ આજે રાષ્ટ્રીય વાહકજન્ય રોજ નિવારણ માટે પ્રા.આ.કે. લાલપરના વિવિધ ગામોના કર્મચારીઓ દ્વારા ગામના લોકોમાં આગામી દિવસોમાં મચ્છર ના ઉપદ્રવથી થતો રોગચાળો જેવો કે ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકનગુનિયા વિગેરે ના થાય એ માટે સઘન સર્વે કરી લોકોમાં જન જાગૃતિ આવે એ માટે પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો હતો. તેમજ પાણીમાં થતા પોરાનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું.મહત્વનું છે કે, આગામી દિવસોમાં વરસાદની સિઝન શરૂ થવાની હોય ત્યારે એ સમય દરમ્યાન મચ્છરનો ઉપદ્રવ વધી જતો હોય છે જેનાથી લોકોમાં ડેન્ગ્યુ, ચિકનગુનિયા, મેલેરિયા જેવા મચ્છર જન્ય રોગો થવાની શક્યતાઓ ખુબજ વધી જતી હોય છે. જેના નિવારણ આ કામગીરી કરાઈ હતી. આ કામગીરી યોગ્ય રીતે થાય એ માટે તાલુકા હેલ્થ ઓફિસર ડો. રાહુલ કોટડીયા, હિતેન્દ્ર ચોરાડા અને અંજુબેન જોશી દ્વારા ખાસ સુપરવીઝન કરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.