મોરબી : મોરબીના હાઇવે પર દરિયાલાલ કાંટા પાસે રોડ પર લોખંડની જાળીઓ અને રેલિંગ તૂટીને પડી હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. જેના કારણે વાહનચાલકો માટે અકસ્માત સર્જાવાની ભીતિ સેવાઈ રહી છે. આ માર્ગ પર વાહનોની અવરજવર રહેતી હોય છે, જેના લીધે મોટો અકસ્માત થાય તે પહેલાં સબંધિત તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે આ જોખમી જાળીઓ હટાવવામાં આવે તેવી વાહનચાલકો અને સ્થાનિક લોકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે.#Morbi #MorbiHighway #RoadSafety #DarialalKanta #AccidentFear #MorbiUpdates