મોરબી : IPL 20-20 ટુર્નામેન્ટ શરુ થતા સટ્ટાની મોસમ ખીલી પૂરબહારમાં ખીલી છે. મોરબીના નટરાજ ફાટક પાસે કલકતા અને મુંબઇની ટીમ પર સટ્ટો રમતા બે શખ્સો ઝડપાયા છે. ગઈકાલે તા. 23ના રોજ મોરબી શહેરના નટરાજ ફાટક પાસે આવેલ સોલંકી પાન ડીપો નામની દુકાન બહાર કલકતા નાઇટ રાઇડર્સ તથા મુંબઇ ઇન્ડીયન્સ વચ્ચે ચાલતા આઇ.પી.એલ. ટી-૨૦ ક્રીકેટ મેચ ઉપર રનફેર તથા મેચની હાર-જીતમાં પૈસાની હાર-જીતનો જુગાર રમતા બે શખ્સોને પકડી પાડવામાં આવ્યા છે. આ બનાવમાં ભાવેશભાઇ જેન્તીભાઇ સોલંકી દિલાવરભાઈ પાસેથી ઓનલાઇન આઇડી મેળવી પોતાનાં મોબાઇલ ઉપર સટ્ટો રમી રહ્યા હતા. પોલીસે બંને આરોપીઓ પાસેથી રોકડા રૂ. 10,500, મોબાઇલ ફોન 1 (કિ.રૂ. 5000) મળી કુલ રૂ. 15,500નો મુદામાલ કબ્જે કર્યો હતો. તેમજ બંને આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જુગારધારા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. તેમજ આરોપીઓની અટકાયત કરવામાં આવી છે. મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર.. નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો.. https://t.me/morbiupdate