મોરબી : આજથી નવરાત્રિનો પ્રારંભ થયો છે ત્યારે મોરબીના વાવડી રોડ પર બાપાસીતારામ મંદિરની શેરીમાં ગાયત્રી નગર ખાતે આવેલા સંકલ્પ સિદ્ધ શ્રી અંબાજી માતાજીના મંદિરે દર્શન કરવા પધારવા માટે સૌ ભક્તોને ભાવભર્યુ આમંત્રણ પાઠવાયું છે. અંબાજી માતાના મંદિરે નવરાત્રી દરમિયાન દરરોજ પિછવાઈ તથા નવા શણગાર તથા ચુંદડીના અવનવા દર્શનનું આયોજન કરાયું છે. દર્શનનો સમય સવારે 5થી બપોરે 12 અને સાંજે 5 થી રાતના 11 વાગ્યા સુધીનો રહેશે. તો સર્વે ભક્તો આ દર્શનનો લ્હાવો લે તે માટે આમંત્રણ પાઠવાયું છે.