મોરબી : કોરોના વાયરસની કપરી પરિસ્થિતિમાં અનેક લોકો કોરોનાના દર્દીઓ માટે યથાશક્તિ આર્થિક કે સામાજિક રીતે ફાળો આપી રહ્યા છે. ત્યારે મોરબીમાં સદગતની સ્મૃતિમાં કોવિડ કેર સેન્ટરને રૂ. 11-11 હજારનું ડોનેશન આપવામાં આવ્યું છે. ઉપરાંત અન્ય એક દાતા દ્વારા 5100નું અનુદાન આપવામાં આવ્યું છે. યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા ચાલતા સમરસ કોવિડ કેર સેન્ટરને સ્વ. દેવરાજભાઈ મઘાભાઈ સોલંકીના સ્મરણાર્થે તેમના પુત્ર જેન્તીભાઈ દેવરાજભાઈ સોલંકી તરફથી રૂ. 11,000નું ડોનેશન આપવામાં આવ્યું છે. તેમજ સ્વ. બાબુભાઇ ત્રિકમભાઈ દલસાનિયાના સ્મરણાર્થે તેમના પુત્રો દીપકભાઈ બાબુભાઇ દલસાનિયા અને દિલીપભાઈ બાબુભાઇ દલસાનિયા તરફથી રૂ. 11,000નું અનુદાન આપવામાં આવ્યું છે. તેમજ સ્વ.શાંતાબેન વારેવળીયાના સ્મરણાર્થે ઠાકરશીભાઈ વારેવળીયાના રવાપરવાળા પ્રજાપતિ પરિવાર તરફથી રૂ. 5100નું અનુદાન આપવામાં આવ્યું છે.