મોરબી : મોરબીમાં આવેલ સાર્થક વિદ્યામંદિર ખાતે RTE હેઠળ પ્રવેશ મેળવતા વિદ્યાર્થીઓના વાલીઓની પરિચય મિટિંગ યોજવામાં આવી હતી. આજે તા.07 ઓગસ્ટના રોજ સાર્થક વિદ્યામંદિર ખાતે RTE અંતર્ગત ધોરણ 1માં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓના વાલીઓની સ્વાગત પરિચય બેઠક યોજવામાં આવી હતી. શાળામાં મીટીંગ યોજવાના આદર્શ પહેલનું આ ત્રીજું વર્ષ છે. ગત વર્ષે પણ આ મુજબની મિટિંગનું આયોજન થયું હતું. શાળામાં અભ્યાસકાર્ય સાથે સંકળાયેલ શિક્ષિકાઓ, શાળાનો સ્ટાફ અને વાલીઓનો અરસપરસ પરિચય કરાવ્યા બાદ શાળાની તમામ બાબતોથી વાલીઓને અવગત કરવામાં આવ્યા હતા. જેમાં શાળાની પ્રવૃતિઓ, વિવિધ પ્રયત્નો, સુવિધાઓ વગેરેનો સમાવેશ કરવામાં આવ્યો હતો. મિટિંગના અંતે વાલીઓને વાલીઓને આનંદ થયો હતો તેમજ મહત્વપૂર્ણ માહિતી મળી હતી. શાળાના સંચાલક કિશોરભાઈએ મિટિંગને વાલી સાથે આત્મીયતા કેળવવામાં મહત્વની કડી ગણાવી હતી. જયારે જિલ્લા શિક્ષણ અધિકારી બી. એમ. સોલંકી દ્વારા વિશેષ માહિતી આપવામાં આવી હતી. આ તકે D.E.O. સાથે R.T.E. નોડલ ઓફિસર અશોકભાઈ વડાલીયા તેમજ સમીરભાઈ દેત્રોજાની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. શાળાના ટ્રસ્ટી પ્રમોદસિંહે કાર્યક્રમના અંતે વાલી-તેમજ મહેમાનો સહિત દરેકનો આભાર દર્શાવ્યો હતો. મિટિંગ પુરી થયા બાદ દરેક વાલીઓ વિદ્યાર્થીના શિક્ષકોને મળ્યા તેમજ વર્ગખંડોની મુલાકાત લીધી તેવું યાદીમાં જણાવવામાં આવેલ છે. ● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ? ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..