મોરબી જિલ્લા ભાજપના યુવા મહામંત્રીએ રાજ્યના ગૃહ મંત્રીને લેખિત રજૂઆત કરી હળવદ : ઉતરાયણ પર્વ નજીક છે તેવા સમયે પ્રતિબંધિત ચાઇનીઝ દોરી અને તુક્કલનું ગેરકાયદેસર થતું વેચાણ સદંતર પણે બંધ થાય તે માટે રાજ્યના ગૃહ મંત્રીને મોરબી જિલ્લા યુવા ભાજપના મહામંત્રીએ લેખિતમાં રજૂઆત કરી માંગ કરી છે. મોરબી જિલ્લા યુવા ભાજપ મહામંત્રી તપનભાઈ દવેએ રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવીને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે ઉતરાયણ પર્વનું હિન્દુ સંસ્કૃતિમાં ખૂબ મહત્વ હોય છે. આ પર્વમાં દાન અને પૂણ્ય નો અનેરો મહિમા છે. સાથે સાથે પતંગ અને દોરીથી સર્વે ગુજરાતીઓ આનંદ માણતા હોય છે. પરંતુ ચાઇનીઝ દોરી અને તુક્કલનું ગેરકાયદેસર વેચાણ સદંતર પણે બંધ થાય તો અનેક અબોલ પશુ-પક્ષીઓ અને મહામુલી માનવ જિંદગીઓને ઘાયલ થવાના અથવા તો મોતના મુખમાંથી બચાવી શકાય તેમ છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..