વિહિપ અગ્રણી દ્વારા મુખ્યમંત્રીને લેખિત રજુઆત કરી મોરબી : મોરબીમાં ક્લોક હબ ગણાતા લાતી પ્લોટ ઔદ્યોગિક વિસ્તારને ડેવલપ કરવા માટે માસ્ટર પ્લાન બને તે માટે વિશ્વ હિન્દુ પરિષદના જીલ્લા મંત્રી હસમુખભાઈ ગઢવી દ્વારા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને લેખિત રજૂઆત કરવામાં આવી છે. વર્ષોથી મોરબીનો ઔદ્યોગિક વિસ્તાર લાતી પ્લોટ બિસ્માર હાલતમાં છે. લાતી પ્લોટમાં ઘડીયાળ, હીરા, ટ્રાવેલ્સ સહિત અનેક ઔદ્યોગીક એકમો છે. આથી, રોડ-રસ્તા લેવલ કરીને નવા આર.સી.સી. રોડ બને તેમજ ભુગર્ભ ગટર બને અને તેની નગરપાલીકા દ્વારા જરૂરી સાફ સફાઈ થાય તે જરૂરી છે. ત્યારે નગરપાલીકા દ્વારા માસ્ટર પ્લાન બને તો આ ઔદ્યોગિક વિસ્તાર ડેવલપ થશે, તેમ આ રજુઆતમાં જણાવાયું છે.