મોરબી : આમ આદમી પાર્ટી - મોરબી હાલ મોરબી શહેરમાં દર શનિવારે રાત્રી સભાઓ કરી પ્રજાની સમસ્યાઓ સાંભળી રહી છે ત્યારે ગત ૨૩/૧૧/૨૦૧૯ને શનિવારના રોજ પંચાસર રોડ પર આવેલ રાજનગર ખાતે રાત્રી સભા રાખેલ હતી. ત્યાંના રહીશો અને આગેવાનો સાથે ચર્ચા કરતા આમ આદમી પાર્ટીને રાજનગરના રહેવાસીઓની સમસ્યાઓની જાણ થઈ. જેમાં ડોર ટુ ડોર રોજ કચરો લેવા નથી આવતું, મચ્છર મારવા દવાનો છટકાવ કરવા કોઈ નથી આવતું, ભૂગર્ભમાં પાણી નિકાલની તકલીફ, મેઈન રોડ પર સ્ટ્રીટ લાઈટ બંધ ફરિયાદ કરાય છતાં કોઈ નથી ચાલુ કરવા આવતું, સફાય કરવા કોઈ નથી આવતું, રાજનગર શેરી નંબર ૩માં મેઈન રોડ પર કેટલાય દિવસથી પાણી ભરાયેલું ફરિયાદ કરવા છતાં કોઈ નિકલ માટે નથી આવતું જેવી સમસ્યાઓ અંગે આમ આદમી પાર્ટી દ્વારા મોરબી નગરપાલિકા ચીફ ઓફિસરને પ્રજાહિત પ્રશ્ને તાત્કાલિક તપાસ કરાવવી સમસ્યાઓનું સમાધાન કરવા રજૂઆત કરેલ હતી.