મોરબી : મોરબી માળીયા વિસ્તારના ખેડૂતોને આગામી વાવેતર સુવિધા માટે નર્મદા યોજનાની માળીયા બ્રાન્ચ કેનાલ, મોરબી બ્રાન્ચ કેનાલ, મચ્છુ-2 ડેમ તથા ઘોડાધ્રોઈ ડેમમાંથી પાણી છોડવા પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા દ્વારા મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરવામાં આવી છે મોરબી જીલ્લાના મોરબી તાલુકા તથા માળીયા તાલુકાના દરિયા કિનારા નજીક આવેલા પરંતુ અલગ અલગ ડેમ કે નર્મદા યોજના દ્વારા સિંચાઈ સુવિધા ધરાવતા ખેડૂતોને ચોમાસુ પાક નિષ્ફળ ના જાય તથા ખેડૂતોની આવકમાં વધારો થાય તે માટે નર્મદા યોજનાની માળીયા બ્રાન્ચ કેનાલ, મોરબી બ્રાન્ચ કેનાલ, મચ્છુ - 2 ડેમ તથા ઘોડાધ્રોઈ ડેમમાંથી પાણી છોડવા ઉચિત ત્વરિત કાર્યવાહી કરવા રજૂઆત કરાઇ છે.