મોરબી જિલ્લાના વિહિપ અગ્રણીએ મુખ્યમંત્રીને રજુઆત કરી મોરબી : મોરબી-રાજકોટ હાઇવે ઉપર ફોરલેન બનાવવાની કામગીરી દરમિયાન ટંકારા તાલુકાના વિરપર-લજાઈ ગામ પાસે અન્ડરપાસ બનાવવામાં આવ્યા છે. પણ આ અન્ડરપાસના સર્વિસ રોડ હજુ સુધી ન બનાવાતા વાહન ચાલકોને હાલાકી પડી રહી છે. આથી, વિરપર-લજાઈ ગામે અન્ડરપાસના સર્વિસ રોડ બનાવવાની મુખ્યમંત્રીને રજુઆત કરવામાં આવી છે. મોરબી જિલ્લા વિશ્વ હિન્દૂ પરિષદના જિલ્લા મંત્રી હસમુખભાઈ ગઢવીએ મુખ્યમંત્રીને રજુઆત કરી હતી કે હાલ મોરબી અને રાજકોટ રોડ ઉપર ફોરલેન હાઇવે બનાવવાની કામગીરી ચાલી રહી છે. આ કામગીરી દરમ્યાન ટંકારા તાલુકાના વિરપર-લજાઈ ગામ પાસે ત્રણ અન્ડરપાસ બનાવવામાં આવ્યા છે. પણ અગત્યના સર્વિસ રોડ હજુ સુધી બનાવવામાં આવ્યા નથી. સર્વિસ રોડ ન હોવાથી અકસ્માતનું જોખમ વધશે. જો કે અન્ડરપાસના સર્વિસ રોડ બનાવવાની અગાઉ વિરપર ગ્રામ પંચાયત દ્વારા પણ રજુઆત કરવામાં આવી હતી. પણ હજુ સુધી કોઈ કાર્યવાહી કરાઈ નથી. આથી, અકસ્માતનું જોખમ હોવાથી આ બાબતની ગંભીરતાને લઈને તેમણે વિરપર-લજાઈ ગામે અન્ડરપાસના સર્વિસ રોડ બનાવવાની માંગ કરી છે. મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર.. નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો.. https://t.me/morbiupdate