મોરબી : મોરબીમાં દર મહિનાના પહેલા રવિવારે પુસ્તક પરબ યોજાઇ છે. જે અંતર્ગત આવતીકાલે 43માં પુસ્તક પરબમાં બ્રહ્મ પ્રશ્નોપનિષદ પુસ્તકનો પરિચય લેખક અને વક્તા કાયમ હજારી કરાવશે. આ પુસ્તક પરબ આજે તા.1/5/2022ને રવિવારના રોજ સવારે 9થી 11:30 કલાક દરમ્યાન સરદારબાગ, સનાળા રોડ ખાતે યોજાશે. આ ઉપરાંત વાચકો ઉપલબ્ધ પુસ્તકોમાંથી મનગમતું પુસ્તક વિનામૂલ્યે વાંચવા લઈ જઈ શકશે.