સીટી એ ડિવિઝન પોલીસે લીલાપર રોડ ઉપર સાત હનુમાન સોસાયટીમાં કરેલી કાર્યવાહીમોરબી : મોરબીમાં દેશી - વિદેશી દારૂની અવેજીમાં નશાખોરો દ્વારા 150 રૂપિયામાં મળતી આયુર્વેદિક શિરપનો ખુલ્લે આમ નશો કરવામાં આવી રહ્યો છે અને તાજેતરમાં જ આવી ઝેરીલી આયુર્વેદિક શિરપ પીવાથી ખેડા જિલ્લામાં પાંચ લોકોના મોત નિપજતા મોરબીમાં છેલ્લા બે દિવસથી પોલીસ આયુર્વેદિક શિરપના કાળા કારોબાર ઉપર ધોંસ બોલાવી રહી છે ત્યારે ગઈકાલે વધુ એક કરિયાણાની દુકાનમાંથી આયુર્વેદિક નશીલી શીરપનો જથ્થો પકડી પાડવામાં આવ્યો હતો.મોરબી સીટી એ ડિવિઝન પોલીસે ખેડામાં નશીલા શિરપ પીધા બનેલા મોતના બનાવને પગલે આયુર્વેદિક દવાના નામે વેચાતા શીરપના કાળા કારોબાર ઉપર ધોંસ બોલાવવાનું શરૂ કર્યું છે જે અન્વયે ગઈકાલે મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ સાત હનુમાન સોસાયટી પાસે આવેલ શક્તિ કિરાણા સ્ટોરમાં દરોડો પાડતા કરિયાણાની દુકાનમાંથી નશીલી આયુર્વેદિક 70 બોટલ કિંમત રૂપિયા 10,500નો જથ્થો મળી આવતા આરોપી રસિકભાઈ બચુભાઈ ભડાણીયા અને નશીલી શિરપ વેચવા માટે આપી જનાર કપિલ નામના શખ્સ વિરુદ્ધ કાનૂની કાર્યવાહી કરી આયુર્વેદિક શિરપનો જથ્થો કબ્જે કર્યો હતો.