અત્યાર સુધીમાં 4 શાળાઓમાં આચાર્યોની નિમણુંક કરાઈ મોરબી : મોરબી જિલ્લાની 21 શાળાઓમાં આચાર્યોની નિમણુક કરવા માટે ઇન્ટરવ્યૂ ગોઠવાયા છે.જેમાં શિક્ષણ તંત્ર દ્વારા આચાર્યોના ઇન્ટરવ્યૂ કરીને સીધી જ તેમની જે તે શાળાઓમાં નિમણુક કરવામાં આવી છે અને અત્યાર સુધીમાં 4 શાળાઓમાં આચાર્યોની નિમણુંક કરવામાં આવી છે. મોરબી જીલાની 27 માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં હજુ આચાર્યાની નિમણુંક થઈ નથી.આ શાળાઓમાં આચર્યાની નિમણુંક કરવા માટે ઇન્ટરવ્યૂ ગોઠવાયા છે. છે.જેમાં મોરબીના વી.સી.હાઈસ્કૂલમાં તા.14થી તા.18 સુધી 21 શાળાઓમાં આચાર્યોની નિમણુક કરવા માટે ઇન્ટરવ્યૂ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ડી.ઇ.ઓ.સોલંકીના અધ્યક્ષ સ્થાને એક સભ્ય સચિવ તથા ગ્રાન્ટેડ શાળાઓના મંડળના ટ્રસ્ટીઓ સહિત પાંચ લોકોની ટીમ દ્વારા આચાર્યોના ઇન્ટરવ્યૂ લેવામાં આવે છે અને ભારે પારદર્શિતા સાથે ઇન્ટરવ્યૂ પ્રક્રિયા થઈ રહી છે.ગઈકાલથી શરૂ થયેલી આ ઇન્ટરવ્યૂ પ્રક્રિયામાં 4 શાળાઓમાં આચાર્યોને નિમણુક પત્ર આપીને સીધી ભરતી કરવામાં આવી છે અને આગામી 18 જુલાઈ સુધી આ ભરતી પ્રક્રિયા ચાલશે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne