મોરબી : મોરબીના ગાળા ગામ પાસે આવેલ કેરોવિટ ગ્લૉબલ પ્રાઇવેટ લિમિટેડ કંપની અને કજારિયા ગ્રુપ દ્વારા આજે 21મી જૂનના રોજ સવારે 8 કલાકે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં તમામ કર્મચારીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ સર્વાંગીણ સ્વાસ્થ્ય, તણાવ નિવારણ અને સકારાત્મક જીવનશૈલીને પ્રોત્સાહન આપવાનો હતો. આરોગ્ય વિભાગના સુપરવાઈઝર દીપકભાઈ વ્યાસ દ્વારા વિવિધ યોગાસનો, પ્રાણાયામ અને ધ્યાનના અભ્યાસ કરાવવામાં આવ્યો. કંપનીના વરિષ્ઠ અધિકારીઓએ પણ યોગસત્રમાં હાજરી આપી, અને યોગના જીવનમાં મહત્વ પર પ્રકાશ પાડતાં કર્મચારીઓને નિયમિત યોગ અભ્યાસ માટે પ્રોત્સાહિત કર્યા હતા. આ કાર્યક્રમ બાદ સૌના આરોગ્ય અને સુખાકારી માટે શુભેચ્છાઓ પાઠવી અને ભવિષ્યમાં પણ આવા સ્વાસ્થ્યપ્રદ પ્રવૃત્તિઓનું આયોજન ચાલુ રાખવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી.