મહિલાઓ દ્વારા વૈદિક યજ્ઞ અને 'ધ કેરળ સ્ટોરી' ફિલ્મનું નિદર્શનટંકારા : આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે ટંકારા આર્ય સમાજ ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉત્સાહ અને ઉમંગભેર મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન પૂર્ણ રૂપે મહિલાઓ દ્વારા જ કરવામાં આવ્યું હતું.કાર્યક્રમની શરૂઆત વૈદિક પરંપરા અનુસાર યજ્ઞ સાથે કરવામાં આવી હતી અને આ યજ્ઞનું કાર્ય પણ માતૃશક્તિ દ્વારા જ સંપન્ન કરવામાં આવ્યું હતું. યજ્ઞ અને પ્રાર્થના બાદ કૈલાશબેન દ્વારા મહિલા સશક્તિકરણ અંગેનું સુંદર ભજન પ્રસ્તુત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ટંકારાના અલગ-અલગ વિસ્તારોમાંથી પધારેલી માતૃશક્તિ અને આર્ય વીરાંગનાઓનું શાબ્દિક સ્વાગત કરાયું હતું.વર્તમાન સમયની માંગને ધ્યાનમાં રાખીને કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ યુવતીઓ અને મહિલાઓને જાગૃત કરવાના હેતુથી 'ધ કેરળ સ્ટોરી' ફિલ્મ બતાવવામાં આવી હતી. સંપૂર્ણ ફિલ્મનું નિદર્શન કરવામાં આવ્યું હતું અને તેનો ઉપસ્થિત તમામ માતૃશક્તિ પર ખૂબ સારો પ્રભાવ જોવા મળ્યો હતો.કાર્યક્રમના અંતે આર્ય સમાજ ટંકારા અને આયોજન સમિતિ (મહિલા મંડળ) દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા બદલ તમામનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ઉપસ્થિત સૌએ અલ્પાહાર ગ્રહણ કરી કાર્યક્રમની પૂર્ણાહુતિ કરી હતી.#Tankara #MorbiUpdate #InternationalWomensDay #AryaSamaj #WomensDay2026 #NariShakti #TheKeralaStory #MorbiNews #WomenEmpowerment