પી.જી. પટેલ કોલેજ, નેક્સિયન અને ભાજપ મહિલા મોરચા દ્વારા નારી શક્તિનું સન્માન અને જાગૃતિ કાર્યક્રમો યોજાયામોરબી: ૮ માર્ચ, આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે મોરબી જિલ્લામાં વિવિધ સંસ્થાઓ અને સંગઠનો દ્વારા મહિલા સશક્તિકરણ અને જાગૃતિને વેગ આપતા ભવ્ય કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. જેમાં પી.જી. પટેલ કોલેજ, નેક્સિયન સર્ફેસેસ પ્રા. લિ. અને જિલ્લા ભાજપ મહિલા મોરચા દ્વારા નારી શક્તિના સન્માન સાથે વિશેષ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.પી.જી. પટેલ કોલેજ ખાતે ઉજવણી મોરબીની પી.જી. પટેલ કોલેજ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં જિલ્લા યુવા વિકાસ અધિકારી હિરલબેન વ્યાસ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વિદ્યાર્થીનીઓને એક સશક્ત સમાજના નિર્માણમાં મહિલાઓની ભૂમિકા અંગે ઊંડાણપૂર્વક માર્ગદર્શન આપ્યું હતું. આ તકે સંસ્થાના ટ્રસ્ટીઓ દેવકરણભાઈ આદ્રોજા અને જતીનભાઈ આદ્રોજા તેમજ પ્રિન્સિપાલ ડૉ. રવિન્દ્ર ભટ્ટની ઉપસ્થિતિમાં તમામ મહિલા પ્રાધ્યાપકોને મેમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.નેક્સિયન સર્ફેસેસ પ્રા. લિ. દ્વારા ઉજવણી બીજી તરફ, મોરબી નજીક આવેલી નેક્સિયન સર્ફેસેસ પ્રા. લિ. દ્વારા કંપનીમાં કાર્યરત મહિલા કર્મચારીઓ માટે એક ખાસ સ્વાસ્થ્ય જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં ઘૂંટુ PHC સેન્ટરના ડોક્ટર અને તેમની મહિલા ટીમે ઉપસ્થિત રહીને સ્ત્રી આરોગ્ય અને સામાન્ય શારીરિક તકલીફોની સમયસર સારવાર અંગે વિસ્તૃત માહિતી આપી હતી. કાર્યક્રમના અંતે કંપની દ્વારા તમામ મહિલા કર્મચારીઓને ગિફ્ટ આપીને પ્રોત્સાહિત કરાયા હતા.જિલ્લા ભાજપ દ્વારા ઉજવણી આ ઉપરાંત, મોરબી જિલ્લા ભાજપ મહિલા મોરચા દ્વારા કમલમ્ ખાતે મહિલા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વક્તા તરીકે જિગ્નાબેન પંડ્યાએ ઉપસ્થિત મહિલાઓને માર્ગદર્શન આપ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ જયંતીભાઈ રાજકોટિયા, પૂર્વ અધ્યક્ષ દિપિકાબેન સરડવા, મહિલા મોરચાના અધ્યક્ષ જયશ્રીબેન સિયોજીયા, મહામંત્રી નિર્મલભાઇ જારીયા અને ચતુરભાઇ મકવાણા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.આ સંમેલનમાં વિવિધ ક્ષેત્રે ઉત્કૃષ્ટ સિદ્ધિઓ પ્રાપ્ત કરનાર મોરબીની નારીશક્તિનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં નિરાલીબેન રૈયાણી (ચક્રફેક), કંચનબેન સારેસા (યોગ/કલા અને સાંસ્કૃતિક), શ્રેયાંશીબેન પરમાર (પિસ્તોલ શુટિંગ), દેવાંશીબેન પરમાર (પેઈન્ટીંગ), દિશાબેન ધામેચા (વકતૃત્વ), હેતલબેન સોલંકી(વરૂ) (લેખન/શિક્ષણ), ભૂમિબેન ભુત (પર્વતારોહણ/રનિંગ) અને પ્રિયાંશીબેન પરમાર (પિસ્તોલ શુટિંગ)ને સન્માનિત કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.#Morbi #InternationalWomensDay #WomensDay2026 #MorbiUpdate #MorbiNews #NariShakti #WomenEmpowerment #PGPatelCollege #NexionSurfaces #BJPMahilaMorcha #GujaratNews