મોરબી : મોરબી સબજેલમાં આંતરરાષ્ટ્રીય પ્રિઝનર જસ્ટિસ દિવસની ઉજવણી નિમિત્તે જેલમાં રહેલા બંદિવાનો માટે જિલ્લા કાનુની સેવા સમિતિ મોરબી દ્વારા બંદિવાનોના અધિકાર તેમજ કાનુની જાગૃતિ અર્થે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ બંદિવાનોનું સ્વાસ્થ્ય સારું રહે તે માટે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના આયોજન માટે ડી.એલ.એસ.એના પેનલ ચીફ એડવોકેટ શબાનાબેન ખોખર તેમજ સિવિલ હોસ્પિટલના ડો. હિતેશભાઈ બદરાનાઓએ શિબિરમાં હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. જેલ અધીક્ષક એ.જી. દેસાઈ તથા જેલર પી.એમ. ચાવડા તથા સ્ટાફે કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.