મોરબી : મોરબીની અણીયારી પ્રાથમિક શાળામાં આંતરરાષ્ટ્રીય પ્લાસ્ટિક બેગ મુક્ત દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં બાળકોને ’પ્લાસ્ટિકને કહો ના, પર્યાવરણને કહો હા’ જવાબદાર નાગરિક બનો, પ્લાસ્ટિકની બેગનો ઉપયોગ ટાળો અને કાપડની થેલીનો ઉપયોગ કરવા જણાવાયું હતું. દરેક બાળકો પોતાના ઘરે આવતી પ્લાસ્ટિક બેગના નિકાલ માટે પ્લાસ્ટિક બેગને પ્લાસ્ટિકની બોટલમાં ભરી, દર ગુરુવારે બાળકો પોતાના ઘરેથી શાળામાં લઈ આવે છે. આ પ્રવૃત્તિથી આમ-તેમ પ્લાસ્ટિક બેગ ફરતી અટકાવી શકાય છે.