મોરબી : ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર અને કલ્યાણગ્રામ પ્રાથમિક શાળા મોરબીના સંયુક્ત ઉપક્રમે તારીખ 21 ફેબ્રુઆરીના રોજ વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવી હતી.આ કાર્યક્રમમાં પ્રેરક ભાગ્યેશ જહા (અધ્યક્ષ ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર), સંયોજક દિપકભાઈ ત્રિવેદી, વક્તાઓ સંજયભાઈ બાપોદરિયા તેમજ મહેન્દ્રભાઈ કચોટ દ્વારા માતૃભાષા અંતર્ગત ચોટદાર વક્તવ્યો આપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં બી.આર.સી. કોર્ડીનેટર મોરબી ચિરાગભાઈ આદ્રોજા તેમજ સી.આર.સી. કોર્ડીનેટર રામકૃષ્ણ ઉમેશભાઈ પટેલ તેમજ કવિ શૈલેષભાઈ કાલરીયા ઉપસ્થિત રહ્યા હતા. કલ્યાણગ્રામ પ્રાથમિક શાળાના આચાર્ય રાજેશભાઈ પરમાર દ્વારા સ્વાગત પ્રવચન તેમજ પ્રસંગિક ઉદબોધન કરવામાં આવ્યું હતું. આભાર વિધિ શાંતિલાલ કોટડીયા દ્વારા કરવામાં આવી હતી. કાર્યક્રમનું સમગ્ર સ્ટેજ સંચાલન રાજેશભાઈ મંઢ દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે કલ્યાણગ્રામ પ્રાથમિક શાળાના તમામ શાળા પરિવારે ખૂબ જ જહેમત ઉઠાવી હતી.