નવયુગ મહિલા સાયન્સ કોલેજમાં દ્વારા કરવામાં આવી ઉજવણી મોરબી : મોરબીની નવયુગ મહિલા સાયન્સ કોલેજમાં ઇન્ટરનેશનલ માઇક્રોઓર્ગેનિઝમ્સ ડેની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં વિદ્યાર્થીઓ દ્વારા માઇક્રોઓર્ગેનિઝમ્સની માહિતી પૂરી પાડી હતી. નવયુગ મહિલા સાયન્સ કોલેજના માઇક્રોબાયોલોજી ડિપાર્ટમેન્ટના T.Y.B.Sc માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ દ્વારા માઇક્રોઓર્ગેનિઝમ્સ ડેની ઉજવણી કરીને આ દિવસને ખાસ બનાવવામાં આવ્યો હતો. આ દિવસે વિદ્યાર્થીનીઓએ માઈક્રોબાયોલોજી વિષયને અનુલક્ષીને ઘણી બધી પ્રવૃત્તિઓ કરી હતી. જેની અંદર તેઓ એ 'માઇક્રોઓર્ગેનિઝમ્સ લેટરીંગ ડિસ્પ્લે' એટલે કે 'ઈ. કોલાઇ' બેક્ટેરિયાને પ્લેટ્સ પર ગ્રો કરાવીને અલગ અલગ આલ્ફાબેટ્સ ડિસ્પ્લે કરેલ કે જેમાં વિદ્યાર્થીનીઓએ પોતાની કૉલેજનું નામ 'NAVYUG 2022' લખ્યુ હતું. આ ઉપરાંત તેઓએ માઈક્રોબાયોલોજી વિષય આપણી લાઈફ સ્ટાઇલ સાથે કેવી રીતે જોડાયેલો છે એ સમજાવવા માટે તેમને કાર્ટુનીંગ આર્ટ તેમજ એચ.આઈ.વી. અને એઇડ્સ જેવા ઘાતકી રોગ પ્રત્યે જાગૃતી લાવવા માટે અલગ અલગ પોસ્ટર પ્રેઝન્ટેશન કરીને B.Sc., M.Sc., D.M.L.T.ની વિદ્યાર્થીનીઓને માહિતી આપી હતી. આ આયોજનને સફળ બનાવવા માઈક્રોબાયોલોજી ડિપાર્ટમેન્ટના અધ્યાપકો અને પ્રિન્સિપાલ ડૉ.વરૂણ ભીલાએ વિદ્યાર્થીનીઓને માર્ગદર્શન પુરૂ પાડ્યુ હતું.આ જ્ઞાનવર્ધક ઉજવણી માટે સંસ્થાના પ્રમુખ પી. ડી. કાંજીયાએ વિદ્યાર્થીનીઓને અભિનંદન આપ્યા હતા.