બહોળી સંખ્યામાં રામભક્તોએ મહાઆરતી તેમજ મહાપ્રસાદનો લાભ લીધોમોરબી : આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબી જિલ્લા દ્વારા 6 એપ્રિલ ને રવિવારના રોજ સનાતન હિન્દુ ધર્મનાં આરાધ્ય દેવ પ્રભુ શ્રી રામના જન્મોત્સવ નિમિત્તે શહેરના અયોધ્યાપુરી રોડ સ્થિત જલારામ ધામ ખાતે ત્રિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત બપોરે 12 કલાકથી પ્રભુ શ્રી રામનો પ્રાગટ્યોત્સવ, મહાઆરતી ત્યારબાદ ફરાળ મહાપ્રસાદનું અનેરુ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બહોળી સંખ્યામાં રામભક્તોએ ઉપસ્થિત રહી મહાઆરતી તથા મહાપ્રસાદનો લાભ લીધો હતો. ફરાળ મહાપ્રસાદની વ્યવસ્થા સી.પી. પોપટ, જીજ્ઞેશભાઈ પોપટ, ભાવેશભાઈ આડઠક્કર પરિવાર તરફથી યોજવામાં આવી હતી.ઉપરોક્ત કાર્યક્રમમાં એકતા એજ હિન્દુ સંગઠનના સંસ્થાપક ભગીરથસિંહ રાઠોડ, જૈન સમાજ અગ્રણી હિરેનભાઈ દોશી, દીનેશભાઈ પારેખ, જયેશભાઈ ટોળીયા, વૃષભભાઈ દોશી, પટેલ સમાજ અગ્રણી દીનેશભાઈ પટેલ, ધર્મેશભાઈ પટેલ, ક્ષત્રિય સમાજ અગ્રણી પુષ્પરાજસિંહ જાડેજા, બ્રાહ્મણ સમાજ અગ્રણી અશોકભાઈ જોશી, હિતેશભાઈ જાની, મંથનભાઈ જોશી, સતવારા સમાજ અગ્રણી હર્ષલભાઈ ડાભી, પ્રશાંતભાઈ ડાભી, વાણંદ સમાજ અગ્રણી દીપભાઈ સોલંકી, મોચી સમાજ અગ્રણી આયુશભાઈ ચૌહાણ,લોહાણા સમાજ અગ્રણી પ્રફુલ્લભાઇ પોપટ, નરેન્દ્રભાઈ રાચ્છ, રાજકીય અગ્રણી દીપકભાઈ પોપટ, નરેન્દ્રભાઈ પોપટ સહીતના વિવિધ હિન્દુ સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.કાર્યકર્મને સફળ બનાવવા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંતના ઉપાધ્યક્ષ ગીરીશભાઈ ઘેલાણી, મોરબી જિલ્લા અધ્યક્ષ સી.ડી. રામાવત, જિલ્લા ઉપાધ્યક્ષ પ્રતાપભાઈ ચગ, શહેર અધ્યક્ષ ભાવીનભાઈ ઘેલાણી, મંત્રી નિર્મિતભાઈ કક્કડ, ચિરાગભાઈ રાચ્છ, કૌશલભાઈ જાની, માતૃશક્તિ અધ્યક્ષા ભારતીબેન રામાવત સહીતના આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અગ્રણીઓએ જહેમત ઉઠાવી હતી.