મોરબી : મોરબી જિલ્લાના 101 પોલીસ કર્મચારીઓની આંતરિક બદલીના જિલ્લા પોલીસ વડા ડો. કરનરાજ વાઘેલા દ્વારા ઓર્ડર કરવામાં આવ્યા છે. તમામ પોલીસ કર્મચારીઓને સાંભળીને છેલ્લા 4થી 5 દિવસથી કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ, એએસઆઈની બદલીની તજવીજ હાથ ધરવામાં આવી હતી. અંતે આજે જિલ્લા પોલીસ વડા દ્વારા આ 101 કર્મચારીઓની અરસપરસ બદલી કરવામાં આવી છે.